(૧) નિબંધ ૧૫૦૦ થી ૨૦૦૦ શબ્દોની મર્યાદામાં હોવો જોઈએ. (૨) નિબંધ મૌલિક હોવો જોઇએ. જો આખો નિબંધ કે તેનો હિસ્સો ક્યાંયથી કૉપી-પેસ્ટ કરી ઉઠાવેલ હશે તો તેના વિશે થનાર કાયદેસર કાર્યવાહીની સંપૂર્ણ જવાબદારી સ્પર્ધકની રહેશે. (૩) `સાધના'માં છપાયેલ QR Code સ્કેન કરીને જરૂરી ફૉર્મ ભરીને તેની સાથે મોકલેલ નિબંધ જ માન્ય રહેશે. (૪) સ્પર્ધા અંગેનો અંતિમ નિર્ણય નિર્ણાયકોનો રહેશે. (૫) દિ. ૧૩ મે, ૨૦૨૫ (વૈશાખ વદ-એકમ, નારદ જયંતી) સુધી મોકલેલ નિબંધ માન્ય રહેશે. (૬) સ્પર્ધા અંગેની તમામ વિગતો અહીં સામેલ છે, જે સ્વયંસ્પષ્ટ અને સ્વયંસમજૂત છે, તેથી કોઈ પણ પ્રકારની પૂછપરછ કરવી નહીં. (૭) પરિણામોની જાણ 'સાધના'માં કરાશે તથા વિજેતાઓને ફોન દ્વારા પણ જાણ કરાશે. (૮) ૨૮ અને તેથી વધુ વય ધરાવતા સૌ આમાં ભાગ લઈ શકશે. વયમર્યાદા - દિ. ૧-૩-૧૯૯૭ પહેલાં જન્મેલા સૌ માટે. (૯) આપ જે નિબંધ લખો તે ફાઈલમાં મથાળે આપનું નામ, સરનામું, મોબાઈલ નંબર અચૂક લખવાં, આ અનિવાર્ય હોઈ જો નહીં લખ્યું હશે તો સ્પર્ધક તરીકે ઉમેદવારી અમાન્ય ઠરશે. (૧૦) નિબંધ-જોડાણ (Attachment) નામના ખાનામાં પોતાનો નિબંધ વર્ડ અથવા પી.ડી.એફ. ફાઈલમાં જ અપલોડ કરવાનો રહેશે.